21/02/2025
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ર૧, રર અને ર૩ ફેબ્રુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ઉદ્યોગ ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે સવારે ૧૧:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે ‘ઉદ્યોગ ર૦રપ’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે બારડોલી લોકસભાના માનનીય સાંસદ શ્રી પરભુભાઇ વસાવા પધાર્યા હતા અને તેમના વરદ્ હસ્તે ઉદ્યોગ એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડો. ફારૂક પટેલ, જૈનમ બ્રોકીંગ લિમિટેડના ચેરમેન શ્રી મિલન પરીખ, કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન NPCILના સ્ટેશન ડિરેકટર શ્રી યશ લાલાએ અતિથિ વિશેષ તરીકેનું સ્થાન શોભાવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સમારોહમાં સર્વેને આવકારી ઉદ્બોધન કર્યું હતું. ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ઉદ્યોગ એકઝીબીશનના ચેરમેન શ્રી ભાવેશ ટેલરે ઉદ્યોગ એકઝીબીશન વિષે માહિતી આપી હતી. ચેમ્બરના તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ઉદ્યોગ એકઝીબીશનના કો–ચેરમેન શ્રી સંજય ગજીવાલા તથા ચેમ્બરના પૂર્વ પ્રમુખો સીએ પી.એમ. શાહ, શ્રી અમરનાથ ડોરા, શ્રી હિમાંશુ બોડાવાલા, શ્રી પ્રફુલ્લ શાહ અને શ્રી પ્રેમ કુમાર શારદા, ગૃપ ચેરમેનો, મેનેજિંગ કમિટીના સભ્યો, એકઝીબીટર્સ, ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ ઉપસ્થિત રહયા હતા.
[Udyog, Udyog Expo 2025, Business Growth, Exhibition in Surat, Surat Events]