31/03/2025
માહયાવંશી સ્પોર્ટ્સ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માહયાવંશી કિકેટ બોર્ડ-સુરત ની પ્રતિસ્થીત ટુર્નામેન્ટ MUL ની આઠમી સીઝનની ફાઈનલ મેચ 30/3/25 ના રોજ સુરતના પ્રથમ કક્ષાના ગ્રાઉન્ડ લાલભાઈ સ્ટેડિયમ ઉપર રમાડવામા આવી હતી જેમા આશરે 3000 જેટલા પ્રેક્ષકો એ આ મેચની મજા માણી હતી . તેમજ સમાજ ના સંત શ્રી તુલસીદાસ સાહેબ , SDCA ના ઉપ પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ પટેલ, સમાજના અગ્રણી કિશોરભાઈ પાનવાલા ,પ્રો.જયંતભાઈ પટેલ,સંકેતભાઈ મુંબઈ (કછોલ),નટુભાઈ પરમાર, મનહરભાઈ સેવણી,જીતેન્દ્રભાઈ ભગત, ચેતનભાઈ પરમાર, કિશોરભાઈ પરમાર વગેરે ખુબ મોટી સંખ્યામા અગ્રણી ઉપસ્થિત રહી મેચને માણી હતી . ફાઈનલ મેચ વિવેક ઈલે. ટુડી અને જસુબા ઈલે ડુમસ વચ્ચે રમાઈ હતી જેમા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વિવેક ઈલે ટુડી એ 127 રન 20ઓવર મા કર્યા હતા તેના જવાબ મા ડુમસ ઈલે 71 રનમા ઓલ આઉટ થતા વિવેક ઈલે ટુડી નો ભવ્ય વિજય થયો હતો . આ ટુર્નામેન્ટમા કુલ 21 ટીમોએ ભાગ લીધો હતો અને કુલ 75 મેચ 4અગલ અલગ ગ્રાઉન્ડ પર રમાડવામા આવી હતી . આ ટુર્નામેન્ટને સફળ બનાવવા પ્રમુખ શૈલેષભાઈ સોદાગર, મંત્રી કરનભાઈ ચાવડા, ઉપપ્રમુખ હિતેશભાઈ કંથારીયા, વિમલભાઈ પરમાર ,સહમંત્રી રજનીકાંત કંથારીયા અને સલાહકાર મિતેશભાઈ પરમાર તેમજ તમામ ટ્રસ્ટીઓએ ખુબ મહેનત કરી હતી.