United Patidar

United Patidar United Patidar is a global Patidar community working together for unity, education, social welfare, and collective progress.

!!!!!!!!Sher ka kaleja rakho ,Sach bolne ki himmat rakho,,,,,,,,Anyay ke khilaf sada ladte raho , Ghar ki bat ghar me rakho!!!!!!!!

19/02/2026
22/01/2026

પાટીદાર સમાજના ચેન્જમેકર — શ્રી દિનેશભાઈ બી. પટેલ (દિનુમામા)

શ્રી દિનુમામા સામાજિક ક્ષેત્રે અનેક નોંધપાત્ર સેવાકાર્યો કરીને સમાજમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. વિવિધ સમાજોના સમૂહ લગ્નોત્સવોનું આયોજન કરી, તેમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. પાટીદાર, ક્ષત્રિય, રોહીત, બારીઆ, વણકર સહિતના અનેક સમાજોને એક જ મંચ પર લાવી હિંદુ વિચારધારાને આધારેળ લગ્નોત્સવ યોજાવ્યા છે, જે સામાજિક એકતા અને સહઅસ્તિત્વનું ઉત્તમ ઉદાહરણ છે.

તેમના માતૃશ્રી સ્વ. જશોદાબાના સ્મરણાર્થે, વર્ષ ૨૦૧૪માં જશોદાબા વડીલ વિસામો વૃદ્ધાશ્રમની સ્થાપના કરવામાં આવી. તેમાં પાદરા તાલુકા તેમજ વડોદરા જિલ્લાના ગરીબ, નિરાધાર અને અશક્ત વૃદ્ધોને આશ્રય આપી હિંદુ સંસ્કૃતિ મુજબ માતા–પિતા સમાન સેવા, પુનઃસ્થાપન અને પુનઃવસનનું કાર્ય સતત ચાલું છે.

દિવ્યાંગ વિદ્યાર્થીઓ પ્રત્યે પણ તેમણે વિશેષ સેવા કાર્યો હાથ ધર્યા છે. વિવિધ સંસ્થાઓ દ્વારા સામાજિક અને શૈક્ષણિક પુનઃસ્થાપન હેઠળ સાધનસહાય, નોટબુક–ચોપડા વિતરણ, કપડાં, વિલચેર વગેરેનું વિતરણ કરવામાં આવે છે. અને દિવ્યાંગ વિધવા તથા નિરાધાર બહેનોને સ્વ-રોજગારી માટે જરૂરી સાધનો પ્રદાન કરીને તેમને સ્વાવલંબન તરફ દોરી રહ્યા છે.

કોરોના મહામારીના સમયમાં, પાદરા તાલુકા અને વડોદરા જિલ્લાના દુધ ઉત્પાદકોને સેનીટાઈઝર, માસ્ક વગેરેનું વિના મુલ્યે વિતરણ કર્યું. જરૂરિયાતમંદ દર્દીઓને ૨૦૦૦ રેમડિસિવર ઇન્જેક્શન તથા સરકારી દવાખાનાઓ અને આરોગ્ય કેન્દ્રોને ૫૦ ઑક્સિજન કોન્સેન્ટ્રેટર અને ૧૦ વેન્ટીલેટર પણ નિશુલ્ક પૂરાં પાડ્યા. આ સાથે પાદરા તાલુકાના ગરીબ અને સ્લમ વિસ્તારોમાં અનાજ, શાકભાજી અને ફૂડ કિટ્સનું વિશાળ પ્રમાણમાં વિતરણ કરી માનવતાની અનોખી સેવા આપી.

Dineshbhai Patel Dinumama

22/01/2026

પાટીદાર ચેન્જમેકર — શ્રી રાકેશભાઇ પટેલ (ભાગિયાભાઈ)

ભાગ્યભાઈએ વડોદરાના તરસાલી વિસ્તારમાં મારુતિ મંડળની શરૂઆત ફક્ત ૭ સભ્યો સાથે કરી હતી. આજે તેમના દ્રઢ સંકલ્પ અને સમર્પણથી મંડળે ૧૨,૦૦૦ સભ્યોનો વિશાળ પરિવાર ઉભો કર્યો છે.

મારુતિ મંડળ અને ભાગ્યભાઈના નેતૃત્વ દ્વારા ભટકેલા અને વ્યસનગ્રસ્ત વ્યક્તિઓને વ્યસનમુક્ત કરવાનો અવિસ્મરણીય સમાજસેવા કાર્ય થયું છે. અનેક યુવાઓમાં પરિવાર પ્રત્યે પ્રેમ, સન્માન અને જવાબદારીની ભાવના જગાવી છે — અને સાચા પરિવારનો અર્થ સમજાવાયો છે.

જે વૃદ્ધ માતા-પિતાને પોતાના સંતાનો દ્વારા ઘરમાંથી કાઢી મૂકાયા હોય, તેમને છત્રછાયા, સંમાન અને સહારો આપવાનો માનવતાભર્યો પ્રયાસ ભાગ્યભાઈ સતત કરતા આવ્યા છે.

ભાગ્યભાઈની વિશેષતા એ છે કે તેઓ કોઈ જ્ઞાતિ–ભેદ રાખ્યા વગર દરેક વર્ગના લોકોને સમાન માન–સન્માન સાથે સેવા અને સહકાર આપે છે — સત્યે જ નિસ્વાર્થ સેવા તેમના કાર્યનું હ્રદય છે.

22/01/2026

પાટીદાર ચેન્જ મેકર | જય પટેલ નાગરાજ

મુંબઈના મલાડમાં જન્મેલા જય પટેલ નાગરાજ (જ. 19/10/1988) આજે સુરતમાં રહીને સનાતન ધર્મ અને માનવતા માટે નિર્ભય રીતે કાર્યરત છે.

તેઓ 60+ ગૌહત્યા કેસોમાં ફરિયાદી અને 100+ કેસોમાં પંચ સાક્ષી રહી ચુક્યા છે. હજારો ગૌમાતાને કતલખાને જતી બચાવી છે તથા આશરે 60 દીકરીઓને લવજેહાદના ષડયંત્રમાંથી મુક્ત કરાવી છે.

શ્રી 1008 જય જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ તથા *એકતા એજ લક્ષ હિન્દુ સંગઠન* ના ટ્રસ્ટી તરીકે “18 વર્ણ એક સાથે હિન્દુત્વ માટે” નો મજબૂત સંદેશ આપ્યો છે.

ધર્માંતરણ રોકવું, ઘરવાપસી કરાવવી, સનાતન ધર્મની મહાનતા અને લુપ્ત થતી સંસ્કૃતિ-સંસ્કારને પુનઃ ઉજાગર કરવાનું તેમનું જીવનમંત્ર છે. હાલ તેઓ *વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ* માં સુરત જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી નિભાવીએ છે.

પાટીદાર સમાજ ને દિલ માં રાખે છે અને સર્વે સમાજ માં સમરસતા આવે એટલા માટે સામાજિક સમરસતા નું પણ કામ કરે છે એમનું એક સૂત્ર પણ છે *સૌભાગ્ય થી હું હિન્દુ છું અને ભાગ્ય થી હું પાટીદાર* જેટલો *ગર્વ હિન્દુ હોવાનો છે એટલોજ અભિમાન પાટીદાર હોવાનો પણ છે* સમાજ સાથે થતા ખોટા અન્યાય બાબતે પણ હંમેશા પોતાનું મંતવ્ય આપે છે અને સમાજ સુધારા માટે પણ પોતાના મંતવ્ય આપે છે એમનું માનવું એવુ છે કે કોઈપણ સમાજ હોય એ પ્રગતિના પંથ પર ત્યારે જ આવશે ત્યારે સમાજના વ્યક્તિઓમાં ખોટાને ખોટો અને સાચા ને સાચો કહેવાની હિંમત આવશે અને એ પોતે પણ હંમેશા કહે છે *ખોટાને ખોટો અને સાચા અને સાચો કહેવા ટેવાયેલો છું* પછી એ ભલે મારો સમાજ હોય કે મારો પરિવાર હોય આવી વિચારધારા થી જય પટેલ નાગરાજ પાટીદાર સમાજ માટે પણ કામ કરે છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ અને છત્રપતિ શિવાજી મહારાજ ને પોતાના આદર્શ માને છે અને સરદાર સાહેબે જેમ કીધું છે કે કાળજું સિંહ નું રાખવું અને ઘરની વાત ઘર માં રાખવી આ નીતિ થી સમાજના કામો કરે છે.

અનેકો વાર જેહાદી ઓ દ્વરા હિન્દુ વિરોધી વિચારધારા ધરાવતા લોકો દ્વરા અને ગૌહત્યારા ઓ દ્વરા હુમલા થયા જ્યારે ગુજરાત માં ચકચારિત કિશન ભરવાડ મર્ડર ની ઘટના બની જેની લિંક પાકિસ્તાન સુધી હતી એ સમયે જયભાઈ નાગરાજ નું નામ પણ સોશિયલ મીડિયા અને ટીવી મીડિયામાં ગુંજતું થયું હતું કે કિશનભાઇ ના મર્ડર કરનારના ટાર્ગેટ પર જય ભાઈ નાગરાજ પણ છે વિશેષ વાત એ છે કે એમની સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે *ડર* શબ્દ મારા જીવનની ડીક્ષનરીમાં જ નથી અને મને મારા કર્મો પર અને કુળદેવી મા ઉમિયા અને ભગવાન દ્વારકાધીશ પર એટલો ભરોસો છે કે કોઈ કસાઈના હાથે મારુ મૃત્યુ નહીં થાય *ડરવું તો જીવવું નહીં અને જીવવું તો ડરવું નહીં* આ વિચારધારા થી નીડરતા થી હિન્દુ સમાજ ના કામ કરે છે

🙏 સેવા, સંઘર્ષ અને સંસ્કાર—આ જ છે જય પટેલ નાગરાજની ઓળખ.

22/01/2026

પાટીદાર સમાજના ચેન્જમેકર્સ — શ્રી અશિષ પટેલ 🌟
પ્રેસિડેન્ટ, SPG વડોદરા

સમાજ સેવા માત્ર એક જવાબદારી નથી — એ તો જીવનનો ધર્મ છે. આ ધર્મ નિષ્ઠાપૂર્વક નિભાવતા છે અમારા સમાજના ગૌરવ, શ્રી અશિષ પટેલ.

વડોદરા વિસ્તારમાં SPG વડોદરા પ્રમુખ તરીકે તેમણે સંસ્થાને નવી દિશા અને નવી ઊંચાઈ આપી છે. સંગઠનશક્તિ, વિનમ્રતા અને કાર્યપ્રેમ — આ ત્રણરને સાથે રાખીને તેમણે અનેક યુવાનો, પરિવારો અને સભ્યોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવ્યો છે.

👨‍⚕️ મકરપુરા હોસ્પિટલ ખાતે સહાયક ડોકટર તરીકે સેવા તેમની જવાબદાર નોકરી વચ્ચે પણ તેઓ સતત લોકોની મદદ માટે આગળ રહે છે. હોસ્પિટલ બિલ્સથી લઈને આવશ્યક સારવાર સુધી — અનેક પાટીદાર સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને તેમણે સહાય આપી છે.

📚 શિક્ષણ માટે વિશેષ યોગદાન
ઘણા વિદ્યાર્થીઓના સ્કૂલ ફી માટે સહાય કરી, તેમણે ભવિષ્યના દીપોને પ્રજ્વલિત કર્યા છે. દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે — એ માન્યતા સાથે તેઓ સતત કાર્યરત છે.

🤝 સમાજ પ્રત્યે અખંડ સમર્પણ
તેમની આગેવાની હેઠળ SPG વડોદરાએ અનેક કલ્યાણકારી કાર્યક્રમો, સેવા પ્રવૃત્તિઓ અને એકતા વધારતા પ્રયાસો સફળતાપૂર્વક યોજ્યા છે.

આથી પાટીદાર ટાઈમ્સ એમને "પાટીદાર સમાજ ચેન્જમેકર્સ" નો ખિતાબ આપે છે.

Ashish Patel
SPG Sevadal

15/08/2023

સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં ભારતના ૭૭માં સ્વાતંત્રય દિનની ઉજવણી સરદારધામ ખાતેથી || Live

11/07/2023

GPBS-24 Promotional Programme - 11 (Chicago-USA)

15/06/2016

शेरो के पुत्र शेर ही ज़ाने जाते हैं,
लाखो के बीच. ” पटेल ” पहचाने जाते है

04/04/2015

Address

Ratlam

Telephone

7415518074

Website

Alerts

Be the first to know and let us send you an email when United Patidar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to United Patidar:

Share