11/01/2024
અમને એટલે કે INDIGENOUS HORSE ASSOCIATION GUJARAT (IHAG) ને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે
હાલાર સ્ટડ ફાર્મ રાજકોટ મા અમારા દ્વારા શરૂ કરવા મા આવેલ સહનશક્તિ સવારી (એન્ડયુરન્સ રાઈડ) સતત ત્રીજા વરસે
7/1/2024 ના રોજ સફળ ઈવેન્ટ આયોજીત થઈ
હાલાર સ્ટડ ફાર્મ પર 2022 માં કોરોના ની વચ્ચે અમે એન્ડયુરન્સ અવેરનેસ રાઈડ નુ આયોજન કોરોના ની બધી ગાઈડલાઈન્સ સાથે કર્યુ હતુ કોરોના હોવા છતા 15 ઘોડા ની એન્ટ્રી હતી જે એન્ટ્રી દર વરસે વધી રહી છે
આ વખતે એન્ડ્યુરન્સ 2024 મા 31 જેટલા અશ્વો અને અશ્વારો એ એન્ડયુરન્સ રાઈડ મા ભાગ લીધો હતો જેમા મેજોરિટી રાઇડરો એ પહેલી વાર ભાગ લીધો આવી સ્પર્ધા મા
હાલાર સ્ટડ ફાર્મ ના સહયોગ થી એન્ડ્યોરન્સ 2024 એક અભૂતપૂર્વ ઇવેન્ટ રહી અમારા માટે
જેમા બીજી સંસ્થા પણ સાથ સહકાર નોધાવા આગળ આવી છે એ એક મોટી ઉપલાબ્ધિ છે INDIGENOUS HORSE ASSOCIATION GUJARAT (IHAG) માટે
સૌરાષ્ટ્ર માં કે અમારા ખ્યાલ મુજબ ગુજરાત આખા માં કોઈ પણ એક જગ્યા એ
સત 3 વરસ એક જ જગ્યા ઉપર અશ્વ ની આવી એન્ડ્યોરન્સ પ્રતિયોગિતા નુ આયોજન થતુ હોય એ પણ સરકાર ના એક પણ રૂપીયા વગર એ ભુતકાળ માં પણ નથી બન્યુ
અમરો મુખ ધ્યેય એક જ છે કે અશ્વો ની આવી ઇવેન્ટ્સ ચાલતી રહેવી જોઈ એ
IHAG સંસ્થા વાતો ને મીટિંગો કરવા કરતા એન્ડ્યોરન્સ ની આવી પ્રતિયોગીતા કરવા માં માને છે જેમા લોકો ને પ્રેક્ટીકલ રીતે શીખવા મળે છે (નોંધ: કોઈપણ સરકારી ગ્રાન્ટ વિના)
કોઈ પણ સંસ્થા એના નામ કે પૈસા થી મોટી નથી બનતી એના કામ થી મોટી બને છે એવું અમારુ માનવું છે
બીજુ કે આમા કોઈ એક વ્યકિત નઈ પણ બધા નો સાથ સહકાર બહુ જરુરી હોય છે અને એના થી જ સારી ઇવેન્ટ્સ થતી હોય છે
અમરી સંસ્થા IHAG (INDIGENOUS HORSE ASSOCIATION GUJARAT) એ એક દિપક પ્રગટાવ્યો છે જે હમેશા પ્રજ્વલિત રહે એવી પ્રભુ ને પ્રાર્થના 🙏🏼🏇👍🏼