09/12/2021
દ્વારકા ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં જૂનાગઢનાં 82 વર્ષીય ભાનુમતીબેને મેળવ્યા 4 ગોલ્ડ મેડલ.
-જૂનાગઢનાં રહેવાસી ભાનુમતીબેન કાનજીભાઈ પટેલે 27, 28 નવેમ્બરનાં રોજ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.તેમાં 5 કિમી ઝડપી ચાલ, 5 કિમી દોડ, 1500 મીટર દોડ, અને 1 કિમી દોડ સ્પર્ધામાં ભાગ લઈ ચારેયમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યા છે.82 વર્ષની ઉંમરે પણ તેઓ યુવાનો જેવી જ સ્ફૂર્તિ ધરાવે છે. તેથી આ ઉંમરે પણ સૌને પ્રેરણારૂપ બન્યા છે.હવે આગામી સમયમાં હૈદરાબાદ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં તેઓ ભાગ લેશે.
Athleticsassociationjunagadh