Bhabharana Mahotsav

Bhabharana Mahotsav Holi and Dhuleti Mahotsav

અમદાવાદ શેહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી પટવાશેરીમાં લોકોની શેરમાટીની એટલે કે સંતાન ની ખોટ પૂરી કરતા શ્રી ભાભારાણા દેવનું મંદિર છે. જેમને સંતાન ન થતા હોય અથવા જેમનાં સંતાન જીવતા ન રહેતા હોય, તેવા દુ;ખીયારા નાં બેલી એટલે આ ભાભારાણા. આ પ્રથા સેંકડો વર્ષ થી ચાલી આવે છે. આ મંદિર આખા વર્ષમાં માત્ર બે દિવસ જ ખુલે છે હોળી અને ધૂળેટી.

અમુક લોકવાયકાઓ પ્રમાણે આ ભાભારાણા અત્યંત પવિત્ર જીવ હતા. તેમને વચનસિધ

્ધિ સહજ હતી. જે સમય માં મેડીકલ સાયન્સ આજ નાં જેટલુ વિકસેલું ન હતું અને બાળક થવા માટે ની કોઈ દવા શોધાઈ ન હતી, ત્યારે આ પવિત્ર જીવ ની માત્ર આશિષ થી શેર માટી ની ખોટ પુરાઈ જતી હતી. એ સમય માં દવાઓનાં અભાવે જન્મેલા બાળકો નું મરણ નું પ્રમાણ વિશેષ હતું ત્યાંરે ગામડા માં આ વચનસિધ્દ્ધ પવિત્ર પુરૂષ ની માત્ર આશિષ થી બાળ-બચ્ચા બચી જતા હતા.

એક દંતકથા અનુસાર આજે જ્યાં મંદિર સ્થિત છે, ત્યાં એક ઓટલો હતો. ભાભારાણા દેવ તે ઓટલા પર બેસતા અને લોકોની સમસ્યાઓ ને હલ કરતા. એવું માનવામાં આવે છે કે હોળી નાં દિવસે ભાભારાણા દેવે આ ઓટલા પર જ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. ત્યારબાદ દર હોળી-ધૂળેટીએ તેમની યાદમાં મુર્તી બનાવીને પૂજવાની અને દીનદુખીયાંના દર્દ દુર કરવાની પ્રથા શરૂ થઈ.

ગામનાં અમુક વૃદ્ધ લોકોના કેહવા પ્રમાણે આ ભાભારાણા દેવનો ઈતિહાસ ૪૦૦ વર્ષ કરતા પણ જુનો છે. સુવિખ્યાત કવિ અને આખ્યાનકાર શામળ ભટ્ટ લિખિત ‘સિંહાસન બત્રીસી’ માં આ ભાભારાણા દેવનાં સગડ મળે છે. રાજા વિક્રમ નાં સમય માં આ ભાભારાણા થઈ ગયા હોવાનાં પુરાવા મળે છે. જો કે ઈતિહાસ ગવાહ છે કે શામળ ભટ્ટ પણ ગોમતીપુર માં જ રહેતા હતા એ સમયે ગોમતીપુર નું નામ ‘વેંગણપુર’ હતું. તો વેંગણપુર માંથી ગોમતીપુર ક્યારે થયું? વડીલો પાસે થી કથા સંભાળવા મળે છે કે અમદાવાદ નાં બાદશાહ ની 'ધાવમાતા' નું નામ ગોમતી હતું અને તે વેંગણપુર ની હતી, બાદશાહે ધાવમાતા નાં નામ ને ગોમતીપુર નું નવું નામ આપ્યું.

હોળીનાં આગળ નાં દિવસે ચીકણી માટીમાંથી શ્રી ભાભારાણા દેવ ની મૂર્તિ બનાવીને સ્થાપન કરવામાં આવે છે. સૈકાઓથી ચાલતી આવતી પરંપરા મુજબ ગોમતીપુર નાં યુવાનો હોળી નાં આગલા દિવસે તળાવમાંથી લગભગ ૧ ટન જેટલી ચીકણી માટી લાવે છે. આખી રાત જાગીને ગામનાં લોકો ભેગા મળીને શ્રી ભાભારાણા દેવની મૂર્તિ બનાવે છે. વેહલી સવાર સુધીમાં તો માનો કોઈ તેજસ્વી રાજા આપણી સમક્ષ સિંહસન પર જીવતો બિરાજમાન થઇ ગયો હોય તેવા સુંદર વાઘા, અમૂલ્ય ઘરેણા, કાચ ની આંખો તથા મોટા હાર સાથે સજ્જ શ્રી ભાભારાણા દેવની મૂર્તિ તૈયાર કરી દેવામાં આવે છે. મૂર્તિ બની ગયા પછી હોળી નાં દિવસે સવારે ૫ વાગે વાજતા-ગાજતા ઢોલ-નગારા સાથે મંગળા આરતી કરવામાં આવે છે.

ત્યારબાદ હોળી અને ધૂળેટી નાં દિવસે ભાભારાણા દેવનાં દર્શન કરવા અને સંતાનસુખ તેમજ અન્ય સમસ્યાઓ ની માનતા રાખવા દુર-દુરથી લોકો આવે છે. વર્ષ દરમ્યાન માત્ર બે જ દિવસ ખુલતું હોવાથી માનતા રાખવા તથા માનતા પૂરી કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. માનતા પૂર્ણ થયા બાદ લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે લાકડાના પારણા, ચાંદીના પારણા, છત્ર, શ્રીફળ વગેરે ચઢાવીને પોતાની માનતા પૂર્ણ કરે છે. જે કુંવારા યુવક-યુવતીઓનાં લગ્ન ન થતા હોય તે પણ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ થયા બાદ ઢીંગલા કે ઢીંગલી ચઢાવે છે.

ધૂળેટી નાં દિવસે સાંજે ૫ વાગે પાલખી સાથે ગોમતીપુર ગામમાં શ્રી ભાભારાણા દેવની શોભાયાત્રા નીકળે છે અને રાત્રે નદી માં મૂર્તિનું વિસર્જન કર્યા બાદ આ અનોખા ઉત્સવનું સમાપન થાય છે.

૪૦૦ વર્ષો બાદ પણ એક પણ વર્ષ ચુક્યા વિનાં આ ઉત્સવ ઉજવાય છે જેમાં કોઈ પુજારી નથી, કોઈ ચોકકસ કોમ-જાતી નો ઈજારો નથી. માત્ર અને માત્ર શ્રધ્ધા ઉપર જ આ તહેવાર આ જ સ્થળે ઉજવાય છે.

અહી દુખિયારા નાં દુઃખ દુર થતા હશે તો જ ૪૦૦ વર્ષ થી આ પરંપરા ચાલી હશે ને? ભલે આપણી કોઈ માંગણી કે ઈચ્છા ન હોય, દર્શને જવા માં કશું જ ખોટું નથી.

વર્ષ માં માત્ર બે જ દિવસ ખુલતું શ્રી ભાભારાણા દેવનું આ મંદિર છે. જેની મુલાકાત લેવા જરૂર પધારજો. ત્યાર સુધી ‘જય ભાભારાણા’.



સરનામું –

શ્રી ભાભારાણા દેવસ્થાન,

પટવાશેરી, ગોમતીપુર ગામ,

અમદાવાદ -૩૮૦૦૨૧

દોસ્તોઆજે કોઈ ફિલ્મ ની વાતો નહીં, કોઈ ફિલ્મી ગીત નહીં. આજ ની પોસ્ટ માં કોઈ સઁગીત ની વાતો નહીં.આજે લૉક ઉત્સવ હોળી ધુળેટી ...
14/03/2025

દોસ્તો

આજે કોઈ ફિલ્મ ની વાતો નહીં, કોઈ ફિલ્મી ગીત નહીં. આજ ની પોસ્ટ માં કોઈ સઁગીત ની વાતો નહીં.

આજે લૉક ઉત્સવ હોળી ધુળેટી નાં પર્વ ની વાત. રંગ ગુલાલ, નાચ ગાન એ ઉપરાંત અમારા વતન ગોમતીપુર માં પેઢી દર પેઢી, સમજો ને કે, વર્ષો નાં વર્ષ થી ચાલી આવતી પરમપરા એ પટવાશેરી - દેવશેરી ને બારણે ભાભારાણાદેવ ની મોટી પાંચ ફૂટ ની મૂર્તિ નું સ્થાપન ફાગણ સુદ ચૌદસ ને રાત્રી એ થતું નરી આંખે નિહાળ્યું હતું, મૂર્તિ બનાવવા કાળી ચીકણી માટી ગામ બહાર જઈ ખોદી લઈ આવતાં હતા, પાણી થી તેને પલાળતા હતા આ બધી ગતિ વિધિ અમને - મને કોઈ રસ પડતો નહીં, રાત્રે મૂર્તિ કેવી રીતે ઘડાય છે, કેવી રીતે એને ઘાટ આપૅ છે એ જાણવાનું કુતુહલ રહેતું હતું, એક રાત્રીએ બિલકુલ ઉજાગરો કરી ને જોયું તો સ્વ ઉત્તમભાઇ બ્રહ્મભટ્ટ, સ્વ.. મનુભાઇ પટેલ ઊંચી પાલખ ઉપર ચઢી મૂર્તિ ને ઘડી રહ્યા હતા, નીચે ઉભેલા ભીમાભાઇ પટેલ (હવે આ વયજૂથ માં એક માત્ર હયાત વ્યક્તિ એ છે હાલ 95 વર્ષ ઉપરાંત નાં હશે) દૂર થી ઘડાતી મૂર્તિ ને જોઈ એમની સલાહ આપતાં હતા, જયારે આ બધા માં એક પુરુષોતમ પટેલ અને બળદેવભાઇ પટેલ માટી લાવનારા, એમાં પાણી નાંખી ગુંદતા સ્વયંસેવકો ને ગરમા - ગરમ ગોટા અને ચા પાણી કરાવતા હતા. ગરમાં ગરમ ગોટા આ લખનારે પણ ઓડકાર આવે ત્યા સુધી ઝાપટયા છે, ભાઇ !!! અમારો તો આજ આનંદ હતો, હજી એક બીજો આનંદ છે.

સ્વ રમેશભાઈ પંડ્યા, અને સ્વ પ્રિયકાંત પંડ્યા, આ બૅ ભાઈઓ ઢોલ અને ત્રાસાં વગાડતા બેસતા હતા અમારી ટોળી એ જોઈ રહે, અમે લાઈન માં ઉભા હોઈએ એ થાકે અને મુકે તો અમારો વારો વગાડવા માં આવે. બીજે દિવસે સવારે એટલે કે ધુળેટી ને દિવસે આજ ઢોલ અને ત્રાસાં લઈને સ્વ બળદેવકાકા ની આગેવાની માં તોફાની ટોળું નીકળી પડે બળદેવકાકા નાં હાથમા નોટ હોય અને તે દુકાને દુકાને ફરી ફાળો ઉઘરાવતા હોય, રસ્તા માં જે જે મલ્યા હોય તે બલદેવકાકા ને પાકા રંગ થી પ્રેમ થી રંગતા હોય, બળદેવકાકા નાં ખાદી નાં સફેદ ધોતી ઝભભા ઉપર અનેક રંગ નાં આવરણો ચઢ્યા હોય.

ઘૂળેટી ની સાંજે ભાભારાણા ની શોભાયાત્રા નીકળે જેમાં સહુ થી આગળ ઢોલ ત્રાસાં વગાડનારા (એ કોઈ વ્યવસાઈ વાદકો નહીં હોં) એની પાછળ અમારી ફોઝ જે રંગબેરંગી ધજાઓ લઈ ચાલતી હોય એની પાછળ મોટી ચાંદી ની છડી લઈ ને મૉટે થી જય જય બોલાવતો છોટા હનુમાન ચાલતો, આખુ વર્ષ ભાગ્યે જં કંઈ બોલતો આ છોટા હનુમાન કંઈ ઉર્જા થી આ જય જય કાર બોલાવતો તે અમારે માટે કૌતુક હતું, એની પાછળ બૅ મજબૂત જણાએ ભાભારણા ની પાલખી ખભે ઉંચકી હોય, ભાભારાણા ની શોભાયાત્રા માં આ ત્રણ જણા નું સ્થાન અચળ હોય, એમની એવી ધાક હોય કે એમનું સ્થાન લેવા કોઈ નજીક પણ ન આવે. જોગણી માં સર્કલ પાસે શોભાયાત્રા આવે એટલે બહેનો ગરબા ગાવા ને ફરવા લાગી જાય, ત્યારે ગરબે રમતી એ બહેનો ને ઢોલ થી પોપટલાલ રણછોડદાસ પટેલ (ગાંડાકાકા આ એક લાડ થી આપેલુ નામ હતું વોલીબોલ નાં એ ઉત્તમ ખેલાડી હતા) તાલ આપતાં હોય.

કાળ ની ગતિ માં ભાભારાણા ની એ આખી પેઢી ખપી ગઇ, ઉપર નામ ગણાવ્યા એ સહુ ધામ માં પહોંચી ગયા, હવે નવી પેઢી આ વહીવટ કરવાં આગળ આવી ગઇ . પ્રિયકાંત પંડ્યા નો દીકરો નરેશ (ભુરીઓ) અને બળદેવભાઇ પટેલ નો દીકરો જશવંત (જસુ પટેલ) આગળ આવ્યા, આ બન્ને ની ટીમે કેટલાંક આવકારદાયક અસરકારક પગલાં ભર્યા, આર્થિક વહીવટ માં કરકસર કરી મન્દિર માટે એ ઓટલા વાળી જગ્યા ખરીદી લીધી. શોભા યાત્રા માટે પાલખી ખરીદી વસાવી લીધી જેથી બહાર થી ભાડે ન લાવવી પડે, મૂર્તિ ઘડવા માટે વ્યવસાઈ મૂર્તિ ઘડનારા ગોમતીપુર નાં જુના રહેવાશી કલાકાર ભાઇ શ્રી રમેશ ટિકે ની મદદ લીધી, તેમની રાહબર માં મૂર્તિ ની આભા ઘણી વધી ગઇ. આ ટીમ નું ખુબ મહત્વ નું આવકારદાયક પગલું તે,,,,,સમાચાર પત્રો માં, દૂર દર્શન અને બીજી અન્ય ચેનલો ભાભારાણા નાં સમાચારો ને દૂર દૂર સુધી ફેલાવવાનું હતું, કહો ને કે ભાભારાણા ને ગોમતીપુર - પટવાશેરી માંથી છેક દુનિયાભર માં જાણીતા કરી મુક્વાનું હતું તે કામ બહુ સુપેરે થયું.

અગાઉ નાં વર્ષો માં તો માત્ર ગોમતીપુર નાં વસતા નાગરિકો ને જં આ ભોળિયા અને છૂટે હાથે જે માંગો તે આપતાં દેવ ની જાણ હતી, હવે એવું નથી. ભાભારાણા નાં દર્શન કરવા લાંબી લાંબી લાઈનો લાગે છે, વર્ષ માં માત્ર બૅ જં દિવસ ખુલતા આ મન્દિર ને નિહાળવા આવેલા શ્રદ્ધાળું ને મફત પ્રસાદ ઉપરાંત ઠડું પીણું પીવા મળે છે, આ પ્રતાપ ચોખ્ખા દિવા જેવા વહીવટ નો છે એ વહીવટ ને મૂંગા મ્હોં એ કરનાર નો છે, એ વહીવટદારો માંથી ભાઇ નરેશ પ્રિયકાન્ત પંડ્યા, હમણાં ગયા મહિને જં આ દુનિયા ને અલવિદા કહી ગયો. જશવંત બલદેવદાસ પટેલ નાં કાર્યને બિરદાવવાની ફરજ હવે આપણી છે, એના કાર્ય નું સન્માન થવું ઘટે છે એ ફરજ હવે આપણી છે.

જય હો.

મૂળ લેખક: ચંદ્રશેખર વૈધ

12/03/2025
卐" *શ્રી ભાભારાણા દેવ* "卐 ગોમતીપુર ગામ માં આશરે ૧૫૦ વર્ષ થી ફક્ત હોળી-ધૂળેટી ના જ દીવસે ઉજવાતા "શ્રી ભાભારાણા દેવ"ના ધાર...
11/03/2025

卐" *શ્રી ભાભારાણા દેવ* "卐
ગોમતીપુર ગામ માં આશરે ૧૫૦ વર્ષ થી ફક્ત હોળી-ધૂળેટી ના જ દીવસે ઉજવાતા "શ્રી ભાભારાણા દેવ"ના ધાર્મિક અવસર માં પધારવા સૌ ને ભાવભર્યું આમંત્રણ. દર્શન તેમજ બાધા નો સમય:
Date:13/3/2025(હોળી) સવારે ૫ વાગ્યા થી
14/3/2025(ધૂળટી) સાંજે ૫ વાગ્યા સુધી જ
ત્યાર બાદ ગોમતીપુર ગામ માં ભાભારાણા દેવની પાલખી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે.
સ્થળ: શ્રી ભાભારાણા દેવસ્થાન, પટવાશેરી, ગોમતીપુર ગામ, અમદાવાદ
વેબસાઈટ: www.bhabharana.com

卐" *શ્રી ભાભારાણા દેવ* "卐 ગોમતીપુર ગામ માં આશરે ૧૫૦ વર્ષ થી ફક્ત હોળી-ધૂળેટી ના જ દીવસે ઉજવાતા "શ્રી ભાભારાણા દેવ"ના ધાર...
11/03/2025

卐" *શ્રી ભાભારાણા દેવ* "卐
ગોમતીપુર ગામ માં આશરે ૧૫૦ વર્ષ થી ફક્ત હોળી-ધૂળેટી ના જ દીવસે ઉજવાતા "શ્રી ભાભારાણા દેવ"ના ધાર્મિક અવસર માં પધારવા સૌ ને ભાવભર્યું આમંત્રણ. દર્શન તેમજ બાધા નો સમય:
Date:13/3/2025(હોળી) સવારે ૫ વાગ્યા થી
14/3/2025(ધૂળટી) સાંજે ૫ વાગ્યા સુધી જ
ત્યાર બાદ ગોમતીપુર ગામ માં ભાભારાણા દેવની પાલખી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે.
સ્થળ: શ્રી ભાભારાણા દેવસ્થાન, પટવાશેરી, ગોમતીપુર ગામ, અમદાવાદ
વેબસાઈટ:

The temple is situated in Ahmedabad city place of Gomatipur single-handedly attend the establishment is closed the land of every single one year. At this juncture I must attend the temple shrine was bhabharana. Since with, all year a propos the order of the day of Holi began his practice of making c...

શ્રી ભાભારાણા દેવ 2024 દર્શન 🙏
24/03/2024

શ્રી ભાભારાણા દેવ 2024 દર્શન 🙏

Address

1011 Patavasheri, Gomtipur Gam, Rajpur Road, Gomtipur
Ahmedabad
380021

Alerts

Be the first to know and let us send you an email when Bhabharana Mahotsav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category