GPBS 2025

GPBS 2025 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GPBS 2025, Event, Vaishnodevi Circle, Sardar Patel Ring Road, Ahmedabad.

15/09/2026

સરદારધામ GPBO નેટવર્ક સંચાલિત અમદાવાદ ડિસ્ટ્રિક્ટ દ્વારા આયોજીત GPBO અમદાવાદ બિઝનેસ Expo 2026

ખુબ ખુબ અભિનંદન 💐💐💐💐
15/09/2026

ખુબ ખુબ અભિનંદન 💐💐💐💐

GPBO અમદાવાદ બિઝનેસ એક્સ્પો 2026નું થયું ભવ્ય આયોજનસરદારધામ GPBO નેટવર્ક અંતર્ગત અમદાવાદ ડિસ્ટ્રિક્ટ દ્વારા તા.12 અને 13...
14/09/2026

GPBO અમદાવાદ બિઝનેસ એક્સ્પો 2026નું થયું ભવ્ય આયોજન

સરદારધામ GPBO નેટવર્ક અંતર્ગત અમદાવાદ ડિસ્ટ્રિક્ટ દ્વારા તા.12 અને 13 સપ્ટેમ્બર, 2026ના રોજ EKA Club, કાંકરિયા, મણીનગર ખાતે “GPBO Ahmedabad Business Expo 2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 125થી વધુ સ્ટોલ, 75થી વધુ બિઝનેસ કેટેગરી અને 32,000થી વધુ ચોરસ ફૂટના પ્રદર્શન ક્ષેત્ર સાથે 10,000થી વધુ મુલાકાતીઓએ એક્સ્પોની મુલાકાત લીધી હતી. આ એક્સ્પોનો મુખ્ય હેતુ ઉદ્યોગસાહસિકો, વેપારીઓ, ઉત્પાદકો, સર્વિસ પ્રોવાઇડર્સ, સ્ટાર્ટઅપ્સ અને ગ્રાહકોને એક મંચ પર લાવી બિઝનેસ નેટવર્કિંગ, નવા વ્યવસાયિક અવસરો, બ્રાન્ડ વિઝિબિલિટી તથા B2B અને B2C જોડાણોને પ્રોત્સાહન આપવાનો હતો. આ સફળ એક્સ્પોમાં રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન, FMCG, ફૂડ, ટેક્સટાઇલ, જ્વેલરી, ઓટોમોબાઇલ, સોલાર, મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, હેલ્થકેર, એજ્યુકેશન, ફાઇનાન્સ, IT સહિત વિવિધ ક્ષેત્રોના વ્યવસાયોએ ભાગ લીધો હતો. આ એક્સ્પો દ્વારા એક્ઝિબિટર્સને નવા ગ્રાહકો, બિઝનેસ લીડ્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ અને બિઝનેસ પાર્ટનર્સ સાથે જોડાવાની તેમજ પોતાના ઉત્પાદનો અને સેવાઓને વિશાળ વર્ગ સુધી પહોંચાડવાની તક મળી હતી. પરિણામે અનેક નવા બિઝનેસ કનેક્શન અને માર્કેટ એક્સપાન્શનની તકો ઊભી થઈ હતી. આ એક્સ્પોના Powered by Sponsor D-Light Solar રહ્યા હતા. એક્સ્પો દરમિયાન સરદારધામ પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા, માનદમંત્રી બી.કે. પટેલ, માનદમંત્રી ટી.જી. ઝાલાવાડિયા, ટ્રસ્ટી વિમલભાઈ ભાલોડી, મેઘમણી ગ્રુપના કિરણભાઈ પટેલ, AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, સમવેદ કોર્પોરેશનના દિનેશભાઈ ભડિયાદરા તથા ઈસનપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર મૌલિક પટેલ અને સમાજ સેતુ સમિતી સભ્ય કે.જે. પટેલ સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. આ એક્સ્પોનું તમામ આયોજન અને સંચાલન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ઓબ્ઝર્વર સુભાષ પટેલ, જય પટેલ તથા તેમની કોર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. GPBO અમદાવાદના સભ્યોના સક્રિય સહયોગથી યોજાયેલ આ એક્સ્પો “Business to Business, Business to Consumer અને Business to Opportunity” માટેનું સફળ અને અસરકારક બિઝનેસ પ્લેટફોર્મ સાબિત થયો હતો.

કતારગામની સોસાયટી ખાતે સરદારધામની વિચાર ગોષ્ઠી યોજાઈસરદારધામના પ્રમુખસેવક ગગજીભાઈ સુતરિયાની સુરત મુલાકાત દરમિયાન ગઈકાલે ...
12/09/2026

કતારગામની સોસાયટી ખાતે સરદારધામની વિચાર ગોષ્ઠી યોજાઈ

સરદારધામના પ્રમુખસેવક ગગજીભાઈ સુતરિયાની સુરત મુલાકાત દરમિયાન ગઈકાલે સાંજે કતારગામ ખાતે કેન્ડલવુડમાં વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. માનદમંત્રીશ્રી ધીરુભાઈ માલવિયાના નેતૃત્વમાં યોજાયેલી આ વિચાર ગોષ્ઠીમાં સ્થાપક ટ્રસ્ટીશ્રી જગદીશભાઈ શિંગાળા, ટ્રસ્ટીશ્રી લક્ષ્મણભાઈ સોનાણી, ટ્રસ્ટીશ્રી અમરશીભાઈ મિયાણી સહિત મોટી સંખ્યામાં સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

વિચાર ગોષ્ઠી દરમિયાન સમસ્ત પાટીદાર સમાજની એકતા, સંગઠન અને યુવાશક્તિના સર્વાંગી વિકાસના ઉદ્દેશ સાથે સુરત ખાતે ૩૧ વિઘા જમીનમાં આકાર પામી રહેલા સરદારધામના ઐતિહાસિક પ્રકલ્પ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરદારધામના ફેઝ-૧માં ૧૦,૦૦૦ દીકરા-દીકરીઓ માટે પરવડે તેવી ફી સાથે ગુરુકુલમ, ફેઝ-૨માં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ પ્રોજેક્ટ તથા ફેઝ-૩માં યુનિવર્સિટી નિર્માણના સંકલ્પ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

સુરત શહેરના આંગણે સાકાર થઈ રહેલો આ ઐતિહાસિક અને આઇકોનિક પ્રકલ્પ આવનારી પેઢીઓના શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. ત્યારે આ ભવ્ય પ્રકલ્પના નિર્માણમાં સુરતના સમાજબંધુઓએ તન-મન-ધનથી જોડાઈ પોતાની સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ તેવી અપીલ કરવામાં આવી હતી. વિચાર ગોષ્ઠીના અંતે સમાજની એકતા, સહયોગ અને સહભાગિતાના બળથી સરદારધામના આ ભવ્ય સંકલ્પને સફળતાના શિખરે પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ખુબ ખુબ અભિનંદન 💐💐💐💐💐💐
11/09/2026

ખુબ ખુબ અભિનંદન 💐💐💐💐💐💐

વાપીમાં સરદારધામ દ્વારા સમાજનિર્માણની દિશામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈસમસ્ત પાટીદાર સમાજની એકતા, સંગઠન અને સર્વાંગી વિકાસને...
09/09/2026

વાપીમાં સરદારધામ દ્વારા સમાજનિર્માણની દિશામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

સમસ્ત પાટીદાર સમાજની એકતા, સંગઠન અને સર્વાંગી વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે સરદારધામ દ્વારા વાપી ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી, વલસાડ, ઉમરગામ, દમણ, સેલવાસ તેમજ આસપાસના વિસ્તારોમાં વસતા મોટી સંખ્યામાં પાટીદાર સમાજના સભ્યો, ઉદ્યોગસાહસિકો, વેપારીઓ અને સમાજસેવામાં કાર્યરત આગેવાનો જોડાયા હતા. આ બેઠકમાં સરદારધામના “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ”ના વિચારને વધુ મજબૂત બનાવવા તેમજ સમાજના યુવાનોને માત્ર જોડવાના નહીં, પરંતુ તેમને શૈક્ષણિક, આર્થિક અને વ્યવસાયિક રીતે સશક્ત બનાવવાના વિવિધ પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરદારધામ દ્વારા ગુજરાતભરમાં ચાલી રહેલા વિવિધ પ્રકલ્પો અને પ્રવૃત્તિઓની માહિતી આપતા જણાવાયું હતું કે, “યુવાનોનો ઉપયોગ નહીં, પરંતુ યુવાનોને ઉપયોગી થવું” એ વિચાર સાથે યુવા શક્તિને યોગ્ય દિશા, માર્ગદર્શન અને તકો પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બેઠક દરમિયાન ખાસ કરીને શિક્ષણ અને કારકિર્દી માર્ગદર્શન, આર્થિક સશક્તિકરણ, વ્યવસાયિક તકો, બિઝનેસ નેટવર્કિંગ, સંગઠન મજબૂતી અને સમાજહિતની સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિચારોનું આદાન-પ્રદાન થયું હતું. વાપી અને દક્ષિણ ગુજરાતના પાટીદાર સમાજના સભ્યોને એક મજબૂત નેટવર્ક સાથે જોડીને પરસ્પર સહકાર, વ્યવસાયિક વિકાસ અને સામાજિક જવાબદારીને વધુ મજબૂત બનાવવાની દિશામાં આગામી સમયમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ સમાજની એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા યુવા પેઢીને શિક્ષણ, રોજગાર, વ્યવસાય અને નેતૃત્વ ક્ષેત્રે નવી તકો ઉપલબ્ધ કરાવવા માટે સહિયારા પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સરદારધામ વાપી ટીમ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બેઠકને સફળ બનાવનાર તમામ સમાજબંધુઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવનારા સમયમાં પણ સમાજની એકતા અને વિકાસના આ અભિયાનમાં સૌના સક્રિય સહયોગની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં મધુભાઈ માંગુકીયા, નાનુભાઈ બાંભરોલીયા, હિતેશભાઈ ફળદુ, સુધીરભાઈ સાવલિયા તથા RD ફળદુ (Retd. DySP) સહિતના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. સરદારધામ વાપી ટીમ દ્વારા વાપી અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી સમાજનિર્માણની આ યાત્રાને વધુ મજબૂત, વ્યાપક અને પરિણામલક્ષી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

✨ અમદાવાદનું સૌથી મોટું GPBO Business Expo 2026🤝 બિઝનેસ, નેટવર્કિંગ અને નવી તકોનો અનોખો અનુભવ, જરૂર મુલાકાત લો અને નવા બ...
09/09/2026

✨ અમદાવાદનું સૌથી મોટું GPBO Business Expo 2026
🤝 બિઝનેસ, નેટવર્કિંગ અને નવી તકોનો અનોખો અનુભવ, જરૂર મુલાકાત લો અને નવા બિઝનેસ કનેક્શન્સ બનાવો.
🎟️ વિઝિટર રજિસ્ટ્રેશન & એન્ટ્રી - FREE!! Registration Link: 🌐 expo.gpbo.org

03/09/2026
સરદારધામ GPBO અમદાવાદ ડિસ્ટ્રિક્ટ લઈને આવ્યું છે…GPBO Ahmedabad Business Expo 2026 powered by D-Light Solar Energyઆ એક્ઝ...
31/08/2026

સરદારધામ GPBO અમદાવાદ ડિસ્ટ્રિક્ટ લઈને આવ્યું છે…

GPBO Ahmedabad Business Expo 2026 powered by D-Light Solar Energy

આ એક્ઝિબિશન માં 125થી વધુ સ્ટોલ્સ, 75થી વધુ બિઝનેસ કેટેગરીઝ, 32,000 સ્ક્વેર ફૂટનું વિશાળ એક્ઝિબિશન એરિયા અને 25,000થી વધુ વિઝિટર.

તો તૈયાર રહો... 12 અને 13 સપ્ટેમ્બર, 2026, EKA Club, મણિનગર, અમદાવાદ.

આજે જ સ્ટોલ બુક કરીને તમારા બિઝનેસને નવી ઉંચાઈઓએ પહોંચાડો!

Sponsors, Exhibitors & Visitors Registration Link: expo.gpbo.org

વધુ માહિતી માટે સંપર્ક કરો: 7284912530 | 9426375055

Connecting Businesses. Creating Opportunities

Address

Vaishnodevi Circle, Sardar Patel Ring Road
Ahmedabad
382470

Alerts

Be the first to know and let us send you an email when GPBS 2025 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category