14/10/2024
Aajkaal Garba 2024 Mega Final
આજકાલ ગરબા 2022 https://aajkaaldaily.com
Rajkot
Be the first to know and let us send you an email when Aajkaal Garba posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Send a message to Aajkaal Garba:
9 દિવસ દેશ-વિદેશમાં વસતા દરેક ગુજરાતીના પગ થનગની ઉઠે ગરબા રમવા માટે. અને આધ્યશક્તિ તેવા મા દુર્ગાના 9 રૂપની આરાધના કરવામાં લોકો તલ્લીન થઈ જાય છે.
“આજકાલ ગરબા” એટલે એવું સ્થળ જ્યાં તમે શક્તિની ભક્તિ સાથે રાસ-ગરબાની રમજટનો પણ અનેરો આનંદ માણી શકો છો. 9 વર્ષથી જેઓ સફળતા પૂર્વક આયોજન કરતા આવ્યા છે અને આ વર્ષ સાથે 10માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે.
આજકાલ ગરબાની ખાસીયત જ એ છે કે તેમા સુરક્ષા, સંગીત, આરાધના, ઉત્સાહ, સુવ્યવસ્થા જેવા અનેક પાસાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. ગરબા રમવા તત્પર એવા ખેલૈયાઓની દરેક સુવિધાને ઝીણવટ પૂર્વક પુરી કરવામાં આવે છે તો જેઓ ખાસ આ ખેલૈયાઓને રમતા નિહાળવા આવ્યા છે તેવા દર્શકો માટે પણ ખાસ વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવી છે, જેથી તેઓ તેમના પસંદગીના ખેલૈયાઓને થનગનતા જોઈ શકે. અને આ દરેકને તેના સંગીતથી થનગનાવવા માટે મુંબઈથી ખાસ રિધમ ઓફ ઈન્ડિયા બેન્ડ આવે છે. અને તેમની નવી નવી ટેકનીક્સ તેમજ સુરિલા સંગીત સાથે ખેલૈયાઓને થિરકાવે છે.
રાજકોટના બેસ્ટ ફૂડ ચેઈન ઓનર દ્વારા દરરોજની અવનવી વાનગીઓ ખાસ આજકાલના ખેલૈયાઓ તેમજ મહેમાનો માટે તૈયાર કરવામાં આવે છે.